1. Home
  2. Uncategorized
  3. પોર્ટફોલિયો બનાવવાની કળા –...
close

Please enter your details to get in touch

Please provide a valid name Please provide a valid email.
Please provide a valid mobile no.

STOP!

Don't Lose Money in Stock Market.

Build your Multibagger Portfolio Instead

Share your WhatsApp number to Get a Call 

STOP!

Don't Lose Money in Stock Market.

Build your Multibagger Portfolio Instead

Share your WhatsApp number to Get a Call 

પોર્ટફોલિયો બનાવવાની કળા – Research & Ranking

  1. Home
  2. »
  3. Uncategorized
  4. »
  5. પોર્ટફોલિયો બનાવવાની કળા – Research…
Share on:

0
(0)

કોઈ એક કંપનીનો શેર ખરીદવું એ વિજ્ઞાન છે જયારે ૧૫ થી ૨૦ કંપનીના શેરનો પોર્ટફોલિયો બનાવવો એ એક કળા છે. હવે આપણે જોઈએ કે એ કેવી રીતે.

કોઈ કંપનીના શેર ખરીદવા એ કંપનીના ફન્ડામેન્ટલ જોવાના હોય અને એનું ભવિષ્ય કેવું છે એ જોવાનું હોય અને ખાસ તો એનું મેનેજમેન્ટ કેવું છે. આના અભ્યાસને આધારે જ એનું ભાવી ઉજળું છે કે ધૂંધળું એ કહી શકાય.

પહેલા ફંડામેન્ટલસ એટલે શું એ જોઈએ.

ફન્ડામેન્ટલસ એટલે ભૂતકાળમાં છેલ્લા ત્રણ થી પાંચ વર્ષમાં કંપનીએ કેવી પ્રગતિ કરી. એના વેચાણમાં દર વર્ષે કેટલા ટકાનો વધારો થયો નફો કેટલો વધ્યો. દેવું કેટલું વધ્યું કે ઘટ્યું એણે દીવીદંડ કેટલા ટકા આપ્યું આ તમામ કંપનીના હિસાબ મુજબ કેટલું સારું થયું એના આધારે કંપનીનું ભાવી નક્કી થાય. દાખલા તરીકે કંપનીનું વેચાણ જો દર વર્ષે ૨૦ ટકાના દરે વધતું હોય અને નફામાં પણ પ્રમાણસર વધારો થતો હોય તો કંપની સારી કહેવાય અને એના ભાવમાં પણ ૨૦ ટકાનો વધારો રહેવાનો જ અરે વધુ પણ શક્ય છે તો આ થયું કંપનીના ફંડામેન્ટલ્સ

એજ પ્રમાણે જો સારા ફંડામેન્ટલ્સ હોય અને કંપનીનું ભાવી ઉજળું હોય કંપનીના ભાવી પ્રોજેક્શન મુજબ વેચાણ નફો આવનારા ત્રણ થી પાંચ વર્ષમાં વધવાના હોય તો એ ઉત્તમ રોકાણ સાબિત થાય હા આ માટે કંપનીના મેનેજમેન્ટનું મૂલ્યાંકન કરવું જુરુરી છે. જો મેનેજમેન્ટ સારું ના હોય તો નફો બધો ચવાઈ જાય અને નાના શેરહોલ્ડરોને કઈ મળે નહિ અને મેનેજમેન્ટ જો કંપનીના પૈસે તાગડધીન્ના કરે તો નાના શેરહોલ્ડરોને આપવા એટલેકે વળતર કઈ વળે નહિ એથી મેનેજમેન્ટ સારું હોવું જોઈએ નિષ્ઠાવાન હોવું જોઈએ. તો જ લાંબાગાળે શેરના ભાવ વધે અન્યથા એમાં ખોટ જ જાય

તો આ થઇ કંપની પસંદ કરવા માટે જોવાની બાબતો.

Value Investing 3 850x550 1

Hey!

Click below to
get your personalized portfolio of
20-25 Potential Multibagger Stocks.

Build your well-diversified portfolio

Create wealth now!

Build your well-diversified portfolio

Create wealth now!

હવે જોઈએ કંપનીઓનો પોર્ટફોલિયો બનાવવાની રીત.

તમે કોઈ કંપનીના ફન્ડામેન્ટલ જોઈ કંપની પસંદ કરો પરંતુ એનો કોઈ મતલબ નથી જ્યાં સુધી તમે તમારા જોખમની ક્ષમતા, નાણાકીય ધ્યેય એટલેકે ગોલ અને ઇન્વેસ્ટમેન્ટ હોરીઝોન એટલેકે કેટલા સમય માટે તમે રોકાણ કરવા માંગો છો એની જાણ તમને હોવી જ જોઈએ તો જ એક સારો પોર્ટફોલિયો બને કે જેમાં ૧૭ થી ૨૦ કંપનીઓ હોઈ શકે.

અહી જોખમની ક્ષમતા એટલે તમે પોર્ટફોલિયોમાં કેટલા ટકા સુધી ઘટાડો સહન કરી શકો છો જેમકે ૧૦% કે ૨૫% કારણકે શેરબજારમાં વધઘટ કાયમી છે. તેજી મંદી આવતી રહેતી હોય છે અને એ સમય દરમ્યાન તમારો પોર્ટફોલિયો ૫૦% પણ ઘટી શકે. હવે આ સમયે તમે જે કંપનીના શેર ધરાવતા હોય એનો ભાવ વધે તો એ લેવાની ઉત્તમ તક હોઈ શકે તો અમુક કંપનીમાંથી વેચીને નીકળી જવાનું હોય અને બીજી સારી કંપનીનો શેર લેવાનો હોય તો આ ફેરબદલી તમારા જોખમ લેવાની ક્ષમતાને આધારે થઇ શકે.

જો તમે ૧૦ વર્ષના હોરાઈઝોનથી પોર્ટફોલિયો બનાવ્યો હોય તો એ મુજબ શેર પકડી રાખવા કે નહિ કે એમાં ફેરબદલી કરવી કે નહિ એ પણ જોખમની તમારી ક્ષમતાને આધારે નિર્ણય લઇ શકાય કારણકે અમુક કંપની બે કે ત્રણ વર્ષ પછી કે મંદી પછી બાઉન્સ બેક ઝડપથી થતી હોય છે અને અમુક ના પણ થાય તો કઈ કંપનીમાંથી નીકળવું અને કઈ કંપનીમાં રોકાણ ચાલુ રાખવું એ ઇન્વેસ્ટમેન્ટ હોરાઈઝોનને આધારે નિર્ણય લેવો સરળ થઇ રહે. અને આ હોરાઈઝોન તમારા લાંબાગાળાના ગોલને આંબવા મદદ કરે છે જો તમારો ગોલ કે ઉદ્દેશ ના હોય તો નિર્ણય ખામીભર્યો કે ખોટો પણ પડી શકે છે

માત્ર એક કંપનીમાં રોકાણ કદીપણ સૌથી વધુ જોખમી કહેવાય એથી ૧૫ થી ૨૦ કંપનીનો એક પોર્ટફોલિયો બનાવવો જોઈએ. વળી આ પોર્ટફોલિયો નાનો પણ ના હોવો જોઈએ અને ખુબ વધુ કંપનીઓ પણ ના હોવી જોઈએ. ખુબ નાનો ફોલીઓ જોખમ વધારે અને ખુબ મોટો ફોલિયો નફો ઘટાડે. એથી યોગ્ય ફોલિયો એ ૧૭ થી ૨૦ કંપનીનો કહેવાય.

Oh No!

You forgot to get
your Multibagger* Portfolio.
Share your details and Get it Now.

Build your well-diversified portfolio

Create wealth now!

Build your well-diversified portfolio

Create wealth now!

Speculators1

આમાં કંપનીઓ જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાંથી લેવામાં આવે તો એને ડાયવરસીફાય થયેલ કહેવાય જેથી જોખમ ઘટે અને દરેક કંપનીમાં કુલ રોકાણના ૫ ટકા થી ૭ ટકાથી વધુ રોકાણ ના હોવું જોઈએ.

આ ડાયવર્સિટીમાં પણ લાર્જકેપ મિડકેપ અને સ્મોલકેપ એમ જુદાં જુદાં હોવા જોઈએ એથી જોખમ બેલેન્સ થાય. અને વળતર વધે. સ્મોલકેપમાં જોખમ વધુ પણ વળતર પણ વધુ જયારે લાર્જકેપમાં વળતર મધ્યમ પણ જોખમ ઓછું અને મીડકેપમાં એથી વધુ વળતર અને સ્મોલકેપ કરતા ઓછું જોખમ આમ પોર્ટફોલિયો તમારા જોખમને સ્પ્રેડ કરે છે અને વળતર વધારે છે

વળી આવો ૧૭ થી ૨૦ કંપનીનો પોર્ટફોલિયો તમને મલ્ટીબેગર કંપની મળવાના ચાન્સ વધારે છે. તો સાથે સાથે તમારા નાણાકીય સલામતી પણ વધારે છે. ૨૦ કંપનીમાંથી કોઈ એક કંપની નુકશાન કરે તો તમારું કુલ નુકશાન નજીવું રહે વળી તમે એને બજારમાં વેચી નુકશાન ઘટાડી શકો અને સામે નવી કંપનીમાં રોકાણ કરી નુકશાન સરભર કરી શકાય એ આવા પોર્ટફોલિયોનો ફાયદો.

આમ શેરબજારમાં રોકાણ કરવા માટે એનું સાયન્સ અને આર્ટ બંને મહત્વના છે અને એ જો શીખી જવાય તો તમને અહી ૧૫% થી ૨૦% વળતર છૂટે જ એમાં શંકા નથી.

નરેશ વણજારા

શેરમાં લાંબાગાળાના રોકાણ અને સલાહ માટે અહી ક્લિક કરો

How useful was this post?

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this post.


Share on:

Want A Personalized Portfolio of 20-25 Potential Multibagger Stocks?

*T&C Apply

Index