1. Home
  2. /
  3. Uncategorized
  4. /
  5. એક રોકાણકાર તરીકે શેરબજારમાં...

એક રોકાણકાર તરીકે શેરબજારમાં રોકાણ કરતા પહેલાં બે મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લેવાના છે

  1. Home
  2. »
  3. Uncategorized
  4. »
  5. એક રોકાણકાર તરીકે શેરબજારમાં રોકાણ…
0
(0)

૧) યોગ્ય અને સાચા ધંધામાં રોકાણ કરો 

૨) લુક એટ બીગર પિક્ચર સમગ્ર બહોળા પિક્ચરને ધ્યાનમાં લો 

બંને મુદ્દાઓને વિસ્તારથી સમજીએ 

સાચા યોગ્ય અને નફાકારક ધંધામાં રોકાણ કરવું મહત્વનું છે ધ્યાન રહે કે રોકાણ એ થ્રિલ નથી પરંતુ સ્લો એન્ડ સ્ટેડી અને ધીરજથી તમે રમત જીતી શકો છો 

પીટર લીચે કહ્યું છે કે “જે ધંધાને તમે પેન્સિલથી ચીતરી ના શકો એમાં રોકાણ કરવું નહી “

ધંધાનો ઊંડો અભ્યાસ જરૂરી છે કારણકે તમે જયારે ધંધો મજબુત ફંડામેન્ટલ સાથે ખરીદો છો ત્યારે તમને ખાત્રી હોય છે કે લાંબાગાળામાં બજારની તેજી મંદી ને ખમી શકશે અને સાથે સાથે તમારી મુડીને ચક્રવૃદ્ધિ દરે વધારશે આને દાખલાથી સમજીએ 

મારુતિ સુઝુકી ૨૦૦૩ માં એક શેરે રૂ ૧૨૫ ના ભાવે બજારમાં લીસ્ટ થયો અને ડીસેમ્બર ૨૦૧૭ માં એનો ભાવ હતો રૂ ૧૦૦૦૦ કુલ ૮૦૦૦ ટકાનું વળતર ૧૫ વર્ષમાં જે ૨૦૦૮ ની મોટી મંદી અને અવારનવારના તેજી મંદીમાં પણ શકય બન્યું 

આજે પણ મારુતિ શા માટે રોકાણ માટે યોગ્ય છે ? એનું રહસ્ય છે 

૧) એ માર્કેટમાં ૫૦% હિસ્સા સાથે લીડર છે 

૨) એનાં માલની સરખામણી ન થઇ શકે એની પ્લાન્ટ કેપેસીટી હાજર માલ અને સેલ્સ એન્ડ સર્વિસ નેટવર્ક અજોડ છે 

૩) આખા દેશમાં ફેલાયેલ સેલ્સ એન્ડ સર્વિસ નેટવર્ક 

૪) શરૂઆતમાં નવા નવા કાર ખરીદનારની પસંદ તરીકેની બ્રાન્ડ ઈમેજ હતી એમાંથી આજે પ્રીમીયમ કાર બનાવનાર તરીકે ઉભરી આવી 

૫) મજબુત રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ 

૬) અંદાજીત આવનારા ત્રણ વર્ષમાં ૨૦ ટકા કમ્યુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટ ના દરે વૃદ્ધિ 

૭) પીઈ મલ્ટીપલ ૨૧૫x એફવાય ૨૦E 

આ મજબૂતીને લીધે આજે પણ મારુતિના શેરમાં વૃદ્ધીની ક્ષમતા છે 

આવા ધંધામાં જ લાંબાગાળે વેલ્થ વધે 

આવા ધંધા ઓળખવા કઈ રીતે ?

ફંડામેન્ટલસ એકદમ ઓછું દેવું મૂડી પર વધુ વળતર તંદુરસ્ત બેલેન્સશીટ આવક અને વૃદ્ધિ અને સતત કેશ ફલો 

ક્વોલીટી ઓફ બીઝનેસ હરીફાઈમાં ટકી શકે એવો માલ સ્પસ્ટ કોર્પોરેટ ગવર્નસ પોલીસી અને રીક્સ મેનેજમેન્ટ પ્રોસેસ પારદર્શક અને કાબેલ અને દીર્ઘદ્રસ્ટા મેનેજમેન્ટ લીડરશીપ અને નિર્ધારિત ગોલ પુરા કારણો પ્લાન નવી ટેકનોલોજીનો સ્વીકાર અને નવી શોધો માટે નું સતત રીસર્ચ અને ડાયનેમિક ઇન્ડસ્ટ્રી લેન્ડસ્કેપ 

થોડી બુદ્ધિમતા અને રિસર્ચના સાધનો વડે તમે નબળા અને નુકશાનકારક ધંધાને ઓળખી શકો છો જે તમને આવતીકાલના વેલ્થ ક્રિએશન માં મદદરૂપ થાય છે 

હવે બીજા મુદ્દાને જોઈએ 

ભારત આજે વિશ્વમાં સૌથી વધુ ગતિએ વૃદ્ધિ પામતું અર્થતંત્ર છે અને ૨૦૨૫ સુધીમાં ૫ ટ્રીલયાન ડોલરનું અર્થતંત્ર ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે એવો અંદાજ છે 

૨૦૦૫માં ભારતનો જીડીપી ૮૦૦ બિલિયન ડોલર હતો ૨૦૧૦માં એક ૧.૬ ટ્રીલયન ડોલર થયો અને ૨૦૧૮માં વધીને ૨.૬ ટ્રીલયન ડોલર થયો આ વધારા પાછળ ગ્રાહકોએ કરેલ સૌથી વધુ ખર્ચ એમાં સૌથી મોટું કારણ છે પ્રજાની ખરીદશકિત વધી છે અને પ્રજા ખર્ચ પણ કરે છે ગ્રાહકનો આ ખર્ચ આજે ૧.૫ ટ્રીલયન ડોલરથી વધીને ૨૦૩૦માં ૬ ટ્રીલયન થવાનો અંદાજ છે મજબુત અર્થતંત્ર આજ દરે વૃદ્ધિ દર્શાવે છે 

આનું સૌથી મોટું ઉદાહરણ ૨૦૦૮ ની મંદી જયારે રોકાણકારો રોકાણકારો ગભરાટમાં બધું વેચીને ચાલ્યા ગયા હતા છતાં જે રોકાણકારો એ સમગ્ર બહોળા પિક્ચર ને જોયું ૨૦૦૮માં મંદી ના સમયમાં રોકાણ પકડી રાખી ઉલટાનું વધુ રોકાણ કર્યું એમણે બે વર્ષના ગાળામાં જ મોટો નફો કર્યો 

૨૦૦૮ના લેહમેન ક્રાઈસીસમાં બજાર ૬૧% પડ્યું જે ૧૮ મહિનામાં જ ૧૦૪% ઊછળ્યું મુંબઈ સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ જે નીચાણમાં ૩/૧૨/૨૦૦૮ના ૮૮૫૪.૮૧ હતો એ ૭ એપ્રિલના ૨૦૧૦માં વધીને ૧૮૦૪૭.૪૬ આંક થયો આનું કારણ એજ કે બજાર ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી પર ચાલે છે 

શું તમે આવા બીગર પિક્ચર ને જુઓં છો ?

કેસ લઈએ ઓક્ટોબર ૨૦૧૬માં સેન્સેક્સ હતો ૨૬૦૦૦ નવેમ્બરમાં વિચાર્યું અમેરિકાની ચુંટણીના પરિણામ શું આવે એ જોઈએ 

ડિસેમ્બર ૨૦૧૬ માં વિચાર્યું ડીમોનેટાઈઝનની શું અસર થાય એ જોઈએ 

૨૦૧૭માં જાન્યુઆરી માં વિચાર્યું યુપીની ચુંટણી પછી વાત 

માર્ચ ૨૦૧૭માં આરબીઆઈની પોલીસી આવે એની રાહ જોઈએ 

એપ્રિલ ૨૦૧૭માં સેન્સેક્સ ૩૦૦૦૦ 

જુન ૨૦૧૭માં જીએસટીની અસર જોઈએ 

જુલાઈ ૨૦૧૭માં ચોમાસું કેવું જાય છે એની રાહ જોઈએ  

ઓગસ્ટ ૨૦૧૭માં સેન્સેક્સ ૩૫૦૦૦ પર 

સપ્ટેમ્બર ૨૦૧૭માં થોભો અને રાહ જુઓ 

જાન્યુઆરી ૨૦૧૮માં સેન્સેક્સ ૩૫૯૬૫ બજેટમાં શું આવે છે એની રઝ્હ જોઈએ 

માર્ચ ૨૦૧૯ સેન્સેક્સ ૩૬૪૨૨ અને હજી મંદીની રાહ જોવાઈ રહી છે 

દાખલા તરીકે ડીસેમ્બર ૨૦૧૬માં ડીમોનેટાઈઝેશન હેઠળ સેન્સેક્સ ૨૬૫૦૦ -૨૬૮૦૦ સુધી હતો એ આશ્ચર્યજનક રીતે એપ્રિલ ૨૦૧૭માં વધીને ૩૦૦૦૫ થઇ ગયો 

પરંતુ આવા પ્રસંગોને અવગણી બીગર પિક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરો અને દેશનું અર્થતંત્ર વધી રહ્યું છે એ જુઓ સાથે સાથે ધંધાના ફંડામેન્ટલસ પર ધ્યાન આપો 

રીસર્ચ એન્ડ રેન્કિંગ 

આ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અને લેખમાં દર્શાવેલ કંપની માત્ર દ્રષ્ટાંત જ છે એમ રોકાણ કે લેવેચની સલાહ નથી શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો 

How useful was this post?

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this post.

+ posts
Share on:

Want A Personalized Portfolio of 20-25 Potential High Growth Stocks?

*T&C Apply