1589264036Gujarati RS 1366X675 01

ઇન્વેસ્ટર એક કેરિયર

Posted by

નાનપણમાં તમે એક સવાલ તો સાંભળ્યો જ હશે કે “ બેટા મોટો થઈને શું બનવું છે તારે ?” 

મને હજી યાદ છે કે શાળામાં જયારે મને શિક્ષકે આ સવાલ પૂછ્યો ત્યારે મેં કહ્યું હતું “પાયલટ “ ના એનો અર્થ એવો નહિ કે મારે પાયલટ બનવું હતું પરંતુ જે નજર સામે કૈક નવીન દેખાયું એ મારો જવાબ હતો 

ડોકટર એન્જીનીયર ,પ્રોફેસર ,વૈજ્ઞાનિક , પાયલટ , સીએ જેવા ચીલાચાલુ જવાબો સ્વાભાવિક છે કારણકે આપણે માનીએ છીએ કે ઉચ્ચ શિક્ષણ લેવું વ્યવસાયિક ડીગ્રી લેવી અને ઉત્તમ પ્રકારની નોકરી સ્વીકારી જીવનમાં સેટલ થવું 

એ સમયે ખેલાડી થવું સંગીતકાર ,પેઈન્ટર ,કે એક્ટર થવું એવો જવાબ કોઈ આપતું નહિ કારણકે આ પ્રકારના કેરિયરમાં અનીશ્ચ્ચીત્તા છે પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે હવે આવા વ્યવસાયો પણ યુવાનો સ્વીકારવા માંડ્યા છે કારણકે સોશિયલ મીડિયા અને ટીવીના સતત આવા પ્રકારના રીયાલીટી શો ને લીધે હવે સમાજમાં જાગૃત્કતા આવી છે આ પ્રકારના વ્યવસાયિકો રાતોરાત સેલીબ્રેટી બની જતા જોઈ શકાય છે 

શિક્ષણ પૂરું થતાં સાચો કેરિયર માર્ગ લેવો એ નિર્ણય મહત્વનો છે પંરતુ આ બાબતની જાગરૂકતા અને માર્ગદર્શનના અભાવને કારણે આમ થઇ શકતું નથી 

મોટાભાગનાં લોકો માને છે કે રોકાણ કરવું એ મુખ્ય વ્યવસાય કરતાં કરતા સાઈડમાં બીજી પ્રવૃત્તિ છે આમાં તથ્ય છે પરંતુ આજે રોકાણકાર કહો કે ઇન્વેસ્ટર એ પણ મુખ્ય વ્યવસાય હોઈ શકે છે આના મુખ્ય ઉદાહરણો છે વોરન બફે રાકેશ ઝુનઝુનવાલા ચંદ્રકાંત સંપટ રાધાકૃષ્ણ દામાણી વગેરે 

ઇન્વેસ્ટર એક ઉત્તમ વ્યવસાય હોઈ શકે એનાં કારણો 

તમે તમારા પોતાના બોસ છો 

જો પંસદગી કરવાની હોય તો દરેકને પોતાના માટે જ કામ કરવું ગમે જ આનાં મુખ્ય બે કારણો છે એક તો યોગ્ય અનુભવને આધારે પગાર નથી મળતો અને નોકરીની અનીચ્ચ્ચતા માલિક તમને ગમે ત્યારે નોકરીમાંથી કાઢી મૂકી શકે છે અથવા તમારા કરતા ઓછા અનુભવીને તમને અવગણીને પ્રમોશન આપી શકે છે 

રોકાણકાર તરીકેના વ્યવસાયમાં તમે પોતાના બોસ છો અને તમને ડેડલાઇન ટાર્ગેટ કે છટણીની ચિંતા નથી કરવાની 

તમે ગમે ત્યાંથી કામ કરી શકો છો 

એક માત્ર ઈન્ટરનેટના કનેક્શન સાથેનું લેપટોપ કે સ્માર્ટ ફોન માત્ર બસ છે આ વ્યવસાય માટે તમે કાફે કે ઘર અરે માલદીવમાં છુટ્ટીઓ મનાવી રહ્યા હોવ ત્યાંથી પણ આ વ્યવસાય થઇ શકે છે 

દાયકાઓ પહેલાં માત્ર ૫૦ કે ૬૦ વર્ષની ઉમરના લોકો જ સ્ટોક માર્કેટમાં દેખાતા પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે હવે તમે યુવાનોને પણ શેરબજારમાં રોકાણ કરતા જોઈ શકો છો અને મોટાભાગના એમાં સફળ પણ છે ઇન્વેસ્ટમેન્ટ વ્યવસાયમાં દરેક જાતના અનુભવનું મહત્વ છે સારા અનુભવ સાથે ભવિષ્યમાં તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કેવી હોઈ શકે એનું પ્લાનિંગ કરી શકો 

હા દરેક વ્યવસાયમાં હોય એવા પડકારો અહી પણ છે જ અને એનાં માટે તમારે સફળ ઇન્વેસ્ટર તરીકે ગ્રેટ હોવું જરૂરી નથી 

પીટર લીચ કહે છે કે “ સફળ થવા દસમાંથી સાત કંપનીઓમાં મારાં રોકાણ સફળ થાય તો બસ છે અને જો દસમાંથી માત્ર છ જ રોકાણો સફળ થાય તો હું આભારી છું રોકાણની ઈર્ષા થવા માટે દસમાંથી છ રોકાણની સફળતા જ બસ છે 

ઇન્વેસ્ટર તરીકે સફળ થવા શું કરવું જોઈએ ?

સૌથી પહેલાં તો અનુભવ લેવા પહેલી નોકરી સ્વીકારો ત્યારે એના પહેલાં પગારથી જ રોકાણની શરૂઆત કરવી જોઈએ જેટલા વહેલાં શરૂઆત કરો એટલું લાંબાગાળે વળતર વધુ રહે છે આને પાવર ઓફ કમ્પાઉન્ડીંગ કહે છે નિષ્ફળતાથી ડરવું નહિ થોડુંઘણું નુકશાન તો દરેક ધંધામાં થાય 

અહી ટીપે ટીપે સરોવર ભરાય એ ન્યાયે થોડું થોડું રોકાણ કરતા જવું અને ધીમે ધીમે વધારતા જવું જુદી જુદી આઠ દસ ઇન્ડસ્ટ્રીમાં પંદર થી વીસ કંપનીઓમાં રોકાણ કરવું આમ ડાયવર્સીફાય કરવું જેથી નુકશાનીનું જોખમ ઘટે 

ઇન્વેસ્ટર તરીકે લાંબાગાળાના રોકાણ આવશ્યક છે કારણકે ઇન્વેસ્ટર તરીકે તમે ધંધામાં ભાગીદાર બનો છો અને ધંધાને વિકાસ થતા વાર તો લાગે જ આમ ત્રણ થી પાંચ વર્ષના રોકાણનું આયોજન કરવું 

કંપની અંગે રીસર્ચ આવશ્યક છે એ માટે કંપનીના ફન્ડામેન્ટલસ મેનેજમેન્ટ ની ક્વોલીટી અને વિકાસની તકો જોવું મુખ્ય છે આથી માત્ર તમે જ રીસર્ચ ના કરતા રીસર્ચ વ્યવસાયિકની સલાહ ઉપયોગી બની રહે છે એ તમને કેમ રીસર્ચ કરવું એ પણ શીખવે છે 

તમે પણ આ ઇન્વેસ્ટમેન્ટ વ્યવસાયમાં ઝંપલાવી શકો છો વોરન બફે કહે છે કે 

“ તમારી પાસે ૧૨૦ કે ૧૩૦ આઇક્યુ થી વધુ પોઈન્ટ હોય તો એ વધારાના પોઈન્ટ ભૂલી જાઓ ચાલશે તમને અહી ઇન્વેસ્ટર તરીકે સફળ થવા એથી વધુ એક્સ્ટ્રા ઈન્ટેલીજન્સ ની અહી જરૂર નથી આમ તમે જલ્દી ૪૫ વર્ષની ઉમરે પણ નિવૃત થઇ શકશો  

તો સ્વીકારી લો ઇન્વેસ્ટર એ એક વ્યવસાય તરીકે અને બનો તમે જ તમારા બોસ 

નરેશ વણજારા 

શેરમાં લાંબાગાળાના રોકાણ અને સક્સેસન પ્લાનીંગની સલાહ માટે અહી ક્લિક કરો

Share On :